સ્વાગત

મારા આ ગુજરાતી બ્લોગ “કવન” પર આપનું સ્વાગત છે.

રવિવાર, 26 ડિસેમ્બર, 2010

શિસ્ત

ભારત-પાકિસ્તાનના યુદ્ધ પછી તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી લશ્કરી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સૈનિકોની શુભેચ્છા મુલાકાત લઈ રહ્યા હતા. તેઓ એક ઘાયલ સૈનિકના બિછાના આગળ પહોંચ્યા ત્યારે તે સૈનિકની આંખમાંથી આંસુ ની ધાર વહી રહી હતી. તેનો જમણો હાથ યદ્ધમા ગોળી લાગવાથી કાપી નાખવો પડયો હતો. શાસ્ત્રીજીએ તેને પૂછયું કે ભાઇ..! તારે કાંઇ જોઇએ છે ? શું હું તારી કંઇ મદદ કરી શકું ? ત્યારે પેલા સૈનિકે કહ્યું કે મારે કંઇ જોઇતું નથી.મને દદૅ થાય છે એટલે હું રડું છું એમ પણ નથી. મને બસ દુ:ખ એક જ વાતનું છે કે મારા દેશના વડાપ્રધાન મારી સામે ઊભા છે અને હું તેમને સેલ્યૂટ નથી કરી શકતો....!

કાદુ નહિ પકડાઇ

રજવાડાંના સમયની વાત છે. કાદુ મકરાણી નામે એક બહારવટિયો સરકાર માટે માથાના દુખાવા સમાન બની ગયો હતો. જૂનાગઢની નવાબ સરકારે આ બહારવટિયાને પકડવા માટે ખાસ ભરતી કરી સિપાહીની ટુકડી બનાવી હતી.જયાં કયાંયથી પણ કાદુના વાવડ મળે એટલે એ ટુકડી તેને પકડવાની પેરવીમાં પડી જાય. પણ , જો સમાચાર મળે કે કાદુ ઉતર તરફ ગયો છે તો ટુકડી તરત જ દક્ષિણ તરફ તપાસ શરુ કરી દે..! આવું કેમ ? કારણ કે જો કાદુ પકડાઇ જાય તો આ ખાસ ટુકડીની કામગિરી પૂણૅ થઇ જતી હતી અને તે પછી સહુને નોકરીમાંથી છુટા કરી દેવાના હતા..!!
આમાં કયાંથી કાદુ પકડાઇ..?!
વિચારો , આપણાથી આવું કશું થતું નથી ને ?!

સોમવાર, 16 ઑગસ્ટ, 2010

શ્રદ્ધા

દેવતા ન તો લાકડામાં છે , ન તો પથ્થર, માટી કે મૂર્તિમાં હોય છે .
દેવતા હોય છે વ્યક્તિની શ્રદ્ધામાં, શ્રદ્ધા જ કામ કરે છે.
                                                                                 -ચાણક્ય

શુક્રવાર, 7 મે, 2010

મુજે શિકાયત હૈ..!!



ઉન્હોને ઈશ્વરસે ડરના છોડ દિયા હૈ, જો ભૃણ હત્યા કે દોષી હૈ.
જિન્હે કન્યા નહીં ચાહીએ, ઉન્હેં બહૂ ભી મત દીજિયે......


રવિવાર, 21 ફેબ્રુઆરી, 2010

શા માટે આપણે સમયનું આયોજન કરવું જોઈએ ?

                                                                                                          
1. કામ વિશે સ્પષ્ટ થવાની આદત વધે એ માટે.
2. પસાર થતાં સમય વિશે સભાન થવાય એ માટે.
3. તમારું કાર્ય વિલંબાય નહિ એ માટે.
4. ધાર્યું પરિણામ મેળવી શકાય એ માટે.
5. યાદશક્તિ વધારવા માટે.
6. જીવનમાં એક રિધમ કેળવાય એ માટે.
7. શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે એ માટે.
8. ઘર એ ઘર અને ઓફિસ એ ઓફિસ રહી શકે એ માટે.
9. આજુબાજુના સૌ તમારી પ્રશંસા કરે ને તમારી લોકપ્રિયતા વધે એ માટે.
10. ભૂલો ઓછી થાય એ માટે.
11. મક્કમ નિર્ણયશક્તિ ખીલે એ માટે.
12. સફળતમ વ્યક્તિ તરીકેની છાપ ઉપસે એ માટે.
13. સમયનો મહત્તમ ઉપયોગ આપણાથી થઈ શક્યો છે એવી માનસિક શાંતિ માટે.

રવિવાર, 14 ફેબ્રુઆરી, 2010

કહેવતો

દરેક પક્ષીને પોતાનું ગાવું ગમે છે - જમૅન કહેવત
અંધકારને ગાળો આપવા કરતા એક મીણબતી સળગાવી બહેતર છે . - ચીની કહેવત
જંગલી વછેરાઓમાંથી જ સારા ઘોડાઓ બને છે. - રોમ કહેવત
જે ડુંગળી અને એની છાલની અંગત વાતમાં માથું મારે તેને આસું જ મળે.- અરબી કહેવત
જે ભાગી જાય છે તે પોતાનો ગુનો સાબીત કરી રહયો છે.- ડેનમાકૅ કહેવત
બે જણની લડાઇમાં ખમીસનો મરો.- અરબી કહેવત