સ્વાગત

મારા આ ગુજરાતી બ્લોગ “કવન” પર આપનું સ્વાગત છે.

રવિવાર, 21 ફેબ્રુઆરી, 2010

શા માટે આપણે સમયનું આયોજન કરવું જોઈએ ?

                                                                                                          
1. કામ વિશે સ્પષ્ટ થવાની આદત વધે એ માટે.
2. પસાર થતાં સમય વિશે સભાન થવાય એ માટે.
3. તમારું કાર્ય વિલંબાય નહિ એ માટે.
4. ધાર્યું પરિણામ મેળવી શકાય એ માટે.
5. યાદશક્તિ વધારવા માટે.
6. જીવનમાં એક રિધમ કેળવાય એ માટે.
7. શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે એ માટે.
8. ઘર એ ઘર અને ઓફિસ એ ઓફિસ રહી શકે એ માટે.
9. આજુબાજુના સૌ તમારી પ્રશંસા કરે ને તમારી લોકપ્રિયતા વધે એ માટે.
10. ભૂલો ઓછી થાય એ માટે.
11. મક્કમ નિર્ણયશક્તિ ખીલે એ માટે.
12. સફળતમ વ્યક્તિ તરીકેની છાપ ઉપસે એ માટે.
13. સમયનો મહત્તમ ઉપયોગ આપણાથી થઈ શક્યો છે એવી માનસિક શાંતિ માટે.

રવિવાર, 14 ફેબ્રુઆરી, 2010

કહેવતો

દરેક પક્ષીને પોતાનું ગાવું ગમે છે - જમૅન કહેવત
અંધકારને ગાળો આપવા કરતા એક મીણબતી સળગાવી બહેતર છે . - ચીની કહેવત
જંગલી વછેરાઓમાંથી જ સારા ઘોડાઓ બને છે. - રોમ કહેવત
જે ડુંગળી અને એની છાલની અંગત વાતમાં માથું મારે તેને આસું જ મળે.- અરબી કહેવત
જે ભાગી જાય છે તે પોતાનો ગુનો સાબીત કરી રહયો છે.- ડેનમાકૅ કહેવત
બે જણની લડાઇમાં ખમીસનો મરો.- અરબી કહેવત