સ્વાગત

મારા આ ગુજરાતી બ્લોગ “કવન” પર આપનું સ્વાગત છે.

રવિવાર, 26 ડિસેમ્બર, 2010

શિસ્ત

ભારત-પાકિસ્તાનના યુદ્ધ પછી તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી લશ્કરી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સૈનિકોની શુભેચ્છા મુલાકાત લઈ રહ્યા હતા. તેઓ એક ઘાયલ સૈનિકના બિછાના આગળ પહોંચ્યા ત્યારે તે સૈનિકની આંખમાંથી આંસુ ની ધાર વહી રહી હતી. તેનો જમણો હાથ યદ્ધમા ગોળી લાગવાથી કાપી નાખવો પડયો હતો. શાસ્ત્રીજીએ તેને પૂછયું કે ભાઇ..! તારે કાંઇ જોઇએ છે ? શું હું તારી કંઇ મદદ કરી શકું ? ત્યારે પેલા સૈનિકે કહ્યું કે મારે કંઇ જોઇતું નથી.મને દદૅ થાય છે એટલે હું રડું છું એમ પણ નથી. મને બસ દુ:ખ એક જ વાતનું છે કે મારા દેશના વડાપ્રધાન મારી સામે ઊભા છે અને હું તેમને સેલ્યૂટ નથી કરી શકતો....!

કાદુ નહિ પકડાઇ

રજવાડાંના સમયની વાત છે. કાદુ મકરાણી નામે એક બહારવટિયો સરકાર માટે માથાના દુખાવા સમાન બની ગયો હતો. જૂનાગઢની નવાબ સરકારે આ બહારવટિયાને પકડવા માટે ખાસ ભરતી કરી સિપાહીની ટુકડી બનાવી હતી.જયાં કયાંયથી પણ કાદુના વાવડ મળે એટલે એ ટુકડી તેને પકડવાની પેરવીમાં પડી જાય. પણ , જો સમાચાર મળે કે કાદુ ઉતર તરફ ગયો છે તો ટુકડી તરત જ દક્ષિણ તરફ તપાસ શરુ કરી દે..! આવું કેમ ? કારણ કે જો કાદુ પકડાઇ જાય તો આ ખાસ ટુકડીની કામગિરી પૂણૅ થઇ જતી હતી અને તે પછી સહુને નોકરીમાંથી છુટા કરી દેવાના હતા..!!
આમાં કયાંથી કાદુ પકડાઇ..?!
વિચારો , આપણાથી આવું કશું થતું નથી ને ?!